મોરબીમાં ભારે વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયું, વેપારીઓના માલને નુકસાન - Morbi news
મોરબીઃ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં આશરે 10 ફૂટ પાણી ભરાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા રહે છે. પાણીના ભરાવાને લીધે માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓના માલને નુકસાન થયું હતું. યાર્ડની અંદર આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઇ ગયું હતું. આ અંગે માર્કેટ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવ્યું કે, બે દિવસથી ભારે વરસાદના કારણે અંદાજે 205 કરોડ જેટલું નુકસાન થયું છે. જીરું, તલ, એરંડિયા, કઠોળ, ચણા સહિતનો પાકને નુકસાન થયું છે. હાલમાં શેડમાં પડેલ જણસને સૂકવવા માટે મૂકી છે તો જે ખેડૂતોના પાકને નુકસાન હશે તેને વીમો આપવામાં આવશે. પાલિકાના આડેધડ બાંધકામના કારણે યાર્ડમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. પાલિકાના ચીફ ઓફિસરે આ બાબતે જણવ્યું કે, યાર્ડમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી તેથી પાણી ભરાઈ છે.