ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ધોધમાર વરસાદ - Gujarat Rain News

By

Published : Aug 4, 2020, 3:18 PM IST

ભાવનગરઃ જિલ્લામાં મહુવા તાલુકાના ખારી, ગળથર, બેલમપર, તરેડી, જાંબુડા સહિતના અનેક ગામોમાં મંગળવારે વહેલી સવારે બે કલાક દરમિયાન સતત બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ભાદ્રોડી, માલણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં. જેથી મહુવાના દરિયા કિનારે આવેલા કળસાર મેથળા સહિતના ગામોમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો હતો, તેમજ નિકોલ બંધારા પાસેનો રોડ બંધ થયો હતો. જોકે આ તોફાની વરસાદને પગલે હજું સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યાં નથી.

ABOUT THE AUTHOR

...view details