ખેડામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદની આગાહીને લઇ તંત્ર સતર્ક - જિલ્લામાં તંત્ર
રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આજથી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સાંજથી ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. જિલ્લાના નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તાર તેમજ વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો કુલ 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહીને લઇ જિલ્લામાં તંત્ર દ્વારા પણ સતર્કતા રાખવામાં આવી રહી છે.