કેશોદમાં અનરાધાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળાં છલકાયા - અનરાધાર વરસાદ
જૂનાગઢ: સૌરાષ્ટ્રભરમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ પડતા નદીઓ અને ચેકડેમોમાં નવાનીરની આવક થઈ છે. કેશોદમાં રાત્રિના સમયે અનરાધાર વરસાદ ખાબકતા કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં નદીનાળા છલકાયા હતાં. કેશોદના માણેકવાડા ગામે માલબાપાના મંદિરમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી. કેશોદ નજીક માણેકવાડા ગામથી સાબરી નદી પર બે કાંઠે વહેતી હતી, ત્યારે તંત્ર દ્વારા લોકોને નદીની આસપાસ ન જવા કડક સુચના આપવામાં આવી છે.