જૂનાગઢમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ, કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર
જૂનાગઢઃ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોને પાકમાં મોટું નુકસાન જવાની ભીતિ છે. ઘેડ પંથકના ખેતરોમાં જળબંબાકાર થતાં હજારો વિઘા જમીનમાં મગફળીના વાવેતરને નુકસાન થવાની શક્યતાઓ છે. નદીઓના પાણી પણ ખેતરમાં ફરી વળ્યાં છે. ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડ પંથક ચારે બાજુ જળબંબાકાર થયું છે. પંચાળા, બાલાગામ, બામણાસા, પાડોદર, સરોડ, અખોદર સહિતના ગામોના ખેતરોમાં પાણી ભરાયા છે. જો વધુ વરસાદ થશે તો જળબંબાકારની સ્થતિ સર્જાય શકે છે.