જામનગરમાં ભારે વરસાદથી અનેક સોસાયટીમાં પાણી ઘુસ્યા, સ્થાનિકોએ રસ્તાઓ કર્યા ચક્કાજામ - gujarati news
જામનગરઃ જિલ્લામાં પર જાણે કુદરત મહેરબાન બન્યું હોય તેમ છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે સોમવારે જામનગરના ગુલાબનગરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા રહીશોએ રસ્તાઓ રોકી ચક્કાજામ કર્યો હતો. ગુલાબનગરના સ્થાનિકો જણાવી રહ્યા છે કે, તાત્કાલિક સોસાયટીમાં ઘુસેલા પાણીને મહાનગરપાલિકાએ હટાવવાની કામગીરી કરવી જોઈએ. કારણ કે, લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. જામનગરમાં ભારે વરસાદને કારણે નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.