દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - Total rainfall of the season in Devbhoomi Dwarka
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. એક અઠવાડિયાના વિરામ બાદ જિલ્લાના જામ ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સિઝન દરમિયાન પડેલા વરસાદના આંકડા જોઇએ તો ખંભાળિયામાં સિઝનનો કુલ વરસાદ 60.48 ઇંચ, ભાણવડમાં કુલ વરસાદ 45.68 ઇંચ, કલ્યાણપુરમાં કુલ વરસાદ 46.36 ઇંચ અને દ્વારકામાં સિઝનનો કુલ વરસાદ 32.20 ઇંચ નોંધાયો છે.