અરવલ્લી જિલ્લામાં મુશાળાધાર વરસાદ થતા જળાશયોમાં થઇ પાણીની આવક
અરવલ્લીઃ જિલ્લામાં શનિવાર સાંજથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગત 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 26 ઇંચ વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ ધનસુરા અને માલપુર તાલુકાઓમાં નોંધાયો છે. જિલ્લાના મોડાસામાં 4.5 ઈંચ, ભિલોડામાં 6 ઈંચ, મેઘરજમાં 5 ઈંચ, માલપુરમાં 7.5 ઈંચ, ધનસુરામાં 7.5 ઈંચ અને બાયડમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે ભિલોડાના મુખ્ય માર્ગ તેમજ શામળાજી રોડ લાટી બજાર રોડ પર પાણી ભરાયા હતા. જ્યારે મોડાસાના જંબુસર પાસે નદીનો કોઝવે છલકાતા ઉમેતપુર, કુડોલ, નવાઘરા, જીતપુર સહિતના 10થી વધુ ગામના લોકોની અવરજવર બંધ થઇ છે. બીજી બાજુ જિલ્લાના માઝુમ, મેશ્વો, વાત્રક અને વયડી જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ છે.