પાટણમાં અવીરત વરસાદના કારણે આનંદ સરોવર ઓવરફ્લો, સ્થાનિકોને ભારે નુકસાન - Patan Anand Sarovar
પાટણઃ શહેરમાં છેલ્લા 3 દિવસથી અવીરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી પાટણનું આનંદ સરોવર ઓવરફ્લો થતા તેના આસપાસની સોસાયટીઓના ઘરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાની થઇ હતી. દર ચોમાસામાં આનંદ સરોવર ઓવરફ્લો થાય છે, રાજકીય પાર્ટીના આગેવાનો દર વર્ષે આવીને આ વિસ્તારના રહીશોને ખોટા દિલાસા આપે છે પણ પાણી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરતા નથી.