રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ - ધોધમાર વરસાદ
રાજકોટ: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 6થી 7 ઇંચ જેટલો વરસાદ પડવાથી મોટી પાનેલી ગામની શેરીમાં પાણી નદીની જેમ વહેવા લાગ્યા હતા. મોટી પાનેલી નદીમાં આ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત પાણી આવ્યું હતું. અડધો ભરાયેલો ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે. મોટી પાનેલીની સિમ વિસ્તારમાં ગામ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. ખેતર ગયેલા ખેડૂતો પણ ફસાયા હતા. સાતવડીની નદીમા ઘોડાપુર આવ્યા છે. ગામમાં જતા પુલ ઉપરથી ચાર ફૂટ જેટલું પાણી જાઈ છે. પાનેલી સિમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાનેલી ડેમની સપાટી હાલ 46.5 ફૂટ થઇ છે.