મોરબીથી કાલિકાનગર જવાનો પુલ તુટ્યો, ગામ બન્યું સંપર્ક વિહોણું - મોરબીમાં ભારે વરસાદ
મોરબીઃ જિલ્લામાં રવિવારથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને તોફાની બેટિંગ શરુ કરી હતી. જેના પગલે મોરબી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. તો ભારે વરસાદને પગલે મોરબી પંથકમાં અનેક સ્થળે તળાવ અને પુલ તેમજ રસ્તા તૂટ્યા હતા.મોરબીના લખધીરપુર રોડ પરથી કાલિકાનગર જવાનો પુલ તૂટી ગયો હતો. પુલ વચ્ચેથી તૂટી ગયું હતું,પાનેલી ગામના તળાવનું પાણી પુલ પર ફરી વળતા પુલને નુરસાન થયું હતું, જેથી કાલિકાનગર જવાનો રસ્તો સદંતર બંધ થઇ ગયો. રસ્તો બંધ થઇ જતા ગામના લોકોને મુશકેલીમાં મુકાયા હતા.