જૂનાગઢઃ ઘેડ પંથક બેટમાં ફેરવાયું, મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ - માંગરોળનું ઘેડ પંથક બેટમાં ફેરવાયું
જૂનાગઢ: જિલ્લામાં પડેલા અનરાધાર પડેલા વરસાદથી માંગરોળના ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડુતોને ભીતિ સેવાઇ રહી છે. હાલ તો માંગરોળ પંથકના ઘેડના અનેક ગામોમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે, અને ઘેડ પંથકની પરિસ્થિતિ દયનીય બની ચુકી છે. ત્યારે ઘેડ પંથકના લોકો દ્વારા આ પાણી નિકાલની માગણી કરવા છતાં પણ પાણી નિકાલ માટે સરકાર ક્યારે વિચારશે તે જોવાનું જ રહ્યું.