અમરેલીના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ, રાજુલામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો - અમરેલીમાં વરસાદ
અમરેલી: જિલ્લાના સાવરકુંડલા, રાજુલા અને ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલામાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખાંભા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ખાંભાના પીપળવા, તાતણીયા સહિત આસપાસના ગામોમા વરસાદ પડ્યો હતો. જ્યારે સાવરકુંડલાના દોલતી ગામમાં પણ ધોધમાર વરસાદ પડતાં ગામની બજારોમાં પાણી ભરાયા હતાં. તો કેટલાક ખેતરોમાં પણ પાણી ભરાયાંના દૃશ્યો જોવા મળ્યા હતા.