વડોદરામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, શહેરીજનો અટવાયા.. - વડોદરા
વડોદરાઃ શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા એકધારા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના શુભાનપુરા, સયાજી ગંજ, નિઝામપુર, અને રાવપુરા જેવા વિસ્તારોમાં બાઈક ડૂબી જાય ત્યાં સુધી પાણી ભરાયા હતા. તો શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા.