રાજકોટમાં કોટડા સાંગાણી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ - કોટડાસાંગાણી વાવાઝોડા સાથે ભારે વરસાદ
રાજકોટ: કોટડા સાંગાણી, આટકોટ, શાપર વેરાવળ, લોધિકા, અને ગોંડલ પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી પડ્યો હતો. વરસાદી માહોલથી ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું. જેમાં કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકને ભારે નુકસાન થયું હતું. વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.