રાજકોટના શાપર-વેરાવળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ - વેરાવળ-ગોંડલ
રાજકોટઃ જિલ્લાના શાપર-વેરાવળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શાપર-વેરાવળના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ભારે વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. રાજકોટ જિલ્લાના શાપર, વેરાવળ-ગોંડલમાં વરસાદી માહોલ બપોરના સમયે કાળા વાદળો છવાયા હતા. ગોંડલ સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે ધોરધમાર વરસાદ શરૂ થયો હતો, સતત ચોથા દિવસે રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.