નેત્રંગમાં ધોધમાર વરસાદ, 3 ચેકડેમ ઓવરફલો થતા 11 ગામોને એલર્ટ - bharuch district check dams overflowed by rain
નેત્રંગઃ નેત્રંગ તાલુકામાં મેઘરાજાની મહેરથી ત્રણેય ચેકડેમમાં ભરપૂર પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયા છે. જેને પગલે મધુમતી નદી કાંઠાના ધોલી, રઝલવાડા, મોટાસોરવા, રાજપારડી, ભીલવાડા, કાંટોલ, સારસા, પાટ, વણાકપોર, જરસાડ, રાજપરા આ 11 ગામોને એલર્ટ કરાયા છે. નેત્રંગના બલદવા, પિંગોટ અને ધોલી ડેમમાં પાણીની આવક થતા ઉનાળામાં ખેતીને પૂરતુ પાણી મળી રહે તેવી આશા સર્જાઇ છે. નેત્રંગ સહિતના આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણી માટે કોઈ મોટી યોજના નથી, ત્યારે આ 3 ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે.