વડોદરામાં આસમાની આફત, વડોદરામાં મેઘકહેરનો જુઓ આ વિડીયો..... - વડોદરામાં આશમાની આફાત
વડોદરા: ગુજરાત રાજ્યમાં ઘણી રાહ જોવડાવ્યા બાદ આખરે સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં કુલ 20 ઈંચ વરસાદ ખાબકતા સંપૂર્ણ વડોદરા પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. વડોદરામાં 20 ઈંચ વરસાદથી ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. વડોદરામાં ગઈકાલથી વરસી રહેલા વરસાદથી જનજીવન ખોરવાયું છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી છે. વરસાદથી અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયની ઘટના બની છે. અહીં મોટી સંખ્યામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે, તો બીજીતરફ અનેક નીચાણવાળા ગામડાઓમાંથી નાગરિકોને સ્થળાંતર કરાયું છે.
Last Updated : Aug 1, 2019, 8:19 PM IST