ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ, ડુમિયાણી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા - ભારે વરસાદના સમાચાર

By

Published : Aug 4, 2020, 10:51 PM IST

રાજકોટ: જીલ્લાના ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉકળાટ અને બફારા બાદ કાળાં ડીબાંગ વાદળો જોવાં મળ્યા હતાં અને વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઉપલેટાના સેવત્રા, મોજીરી, ગઢાળા, વાડલા, ભાયાવદર, ડુમીયાણી, જામકંડોરણા, ગોંડલ, દેરડી, વાસાવડ, ચરખડી, કોલીથડ, શાપર વેરાવળ સહિત ના ગામોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંય ધીમીધારે વરસાદ વર્ષયો હતો. ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા અને ઉપલેટાના ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ભરાયા હતા. ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપલેટાના ડુમીયાણી તથા ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં ઉપલેટાના ડુમીયાણી ગામે નીચાણવાળા વિસ્તારો જેવા કે, રબારીવાસ, વણકર વાસ જેવા વિસ્તારોમાં બે - બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details