ગુજરાત

gujarat

ETV Bharat / videos

અરવલ્લી: વરસાદથી સુનસર ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો - મેઘરાજા

By

Published : Aug 23, 2020, 10:48 PM IST

અરવલ્લી: જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં ભારત માતાના મંદિર પાસે આવેલો પ્રચલિત સુનસર ધોધ જીવંત થયો હતો. સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિની ગોદમાં ઉંચા ડુગર પરથી મોટા અવાજ સાથે નીચે પડાતા ધોધમાંથી ખડખડ વહેતા પાણીએ નયન રમ્ય નજારાનું સર્જન કર્યુ હતું. ભિલોડા પંથકમાં બે દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સુનસર ધોધ જીવંત થયો છે. ત્યારે રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળતા તંત્રએ લોકોને ધોધ તરફ ન જવા લોકોને અપીલ કરી હતી. જો કે, લોકો વહિવટી તંત્રની ચેતવણી છતાં ધોધની મજા માણતા લોકો નજરે પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details