રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોની મગફળી પલળી - heavyrain in rajkot
રાજકોટ : હવામાન વિભાગની આગાહીને લઈને આજે રવિવારની સવારથી જ અસહ્ય બફારા સાથે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. નવરાત્રિના બીજા દિવસે ધોરાજી, ઉપલેટા, કાગવડ, વીરપુર, જસદણ સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોની મગફળી પલળી હતી. ગણોદ પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને માર્ગો પર પાણી વહેતા થયા હતા.