પંચમહાલમાં ધોધમાર વરસાદ, પાનમ નદી વહી બે કાંઠે - etv bharat news
પંચમહાલ: જિલ્લામાં શુક્રવારની વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરુ થયો હતો. જેના પગલે નદી નાળા છલકાઇ ઉઠ્યા હતા. જિલ્લાના તમામ તાલુકાઓ શહેરા,મોરવા હડફ,હાલોલ,કાલોલ,ગોધરા,જાંબુઘોડા,ઘોંઘબા તાલૂકામા પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે જીવાદોરી સમાન પાનમ નદી ગાંડીતુર બનેલી જોવા મળી હતી. નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારોના ખેતરો પાણીથી છલકાઇ ગયા હતા. ખેતી લાયક વરસાદને કારણે ખેડૂતોએ ડાંગર રોપવાની કામગીરી ચાલુ કરી દીધી છે.