મોરબી શહેરમાં મેઘો ધોધમાર, શહેરમાં પાણી પાણી - મોરબીમાં ભારે વરસાદ
મોરબી: જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા, તો મોરબીના મુખ્ય રોડ શનાળા રોડ પર પાણી ભરાઇ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો પણ બંધ થઇ ગયા હતા. તેમજ સતત વરસાદી માહોલ યથાવત રહેતા શહેરના શનાળા રોડ, રવાપર રોડ, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.