નડિયાદમાં 5 ઇંચ વરસાદ, નિચાણવાળામાં વિસ્તારોમાં પાણી ભરાયા - Kheda collector
ખેડા: જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખબકતા શહેર પાણી પાણી થઇ ગયું હતું. ભારે ધોધમાર વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં પણ પાણી ઘુસી ગયા હતા. તકેદારીના પગલે તમામ જરુરી પગલા લેવા કલેક્ટરે તાકીદ કરી હતી. વરસાદના કારણે શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.