રાજકોટના જેતપુરમાં વરસાદથી જળબંબાકાર, લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ - રાજકોટનાસમાચાર
રાજકોટ : જેતપુરમાં 4 ઇંચ વરસાદ બાદ મોડી રાત્રીના પણ વરસાદ શરૂ થતાં જેતપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેતપુરના ટાકુરીપરામા આવેલ જડેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ભરાયા હતા. નવાગઢના અનેક વિસ્તારો સહિત 150 થી વધુ જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા તો ક્યાંક ગોઠણ સમા પાણી હજુ પણ સસોસાયટીમાં ભરેલા જોવા મળે છે. જેતપુર નવાગઢમાં 14 વર્ષ અનરાધાર વરસાદ વરસ્યો છે. લોકોના વાહનો સહિત ઘર વખરી પણ વરસાદી પાણીમાં તણાઈ હતી.