દેવભૂમિ દ્વારકા જિલ્લાના હંજડાપર ગામે મન મૂકીને વરસ્યો મેઘો - Devbhoomi Dwarka
દેવભૂમિ દ્વારકા: સતત 2 દિવસથી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા હંજડાપર ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. તો બીજી તરફ સમગ્ર ગામ નદીમાં ફેરવાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ગામમાં ઠેરઠેર પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી.