ગીર સોમનાથમાં વરસાદની હેલી, હિરણ-2 ડેમના 2 દરવાજા ખોલાયા - gir somnath rain news
ગીર સોમનાથ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં ધીમી ધારે વરસી રહેલી વરસાદની હેલી હવે ધોધમાર થઈ છે. ત્યારે ખેડૂતો માટે મેઘ મહેર બનીને આવેલા મેઘરાજા ક્યાંકને ક્યાંક મેઘ કહેર વરસાવી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, ઉના, કોડીનાર, વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ડારી, છાત્રોડા, સુપાસી, નવાપરા, ડાભોર, તાતીવેલા, જેવા અનેક ગામોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે ગીરના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હિરણ 2 ડેમની સપાટી પુરી થતા જિલ્લાના તાલાલા વેરવાળ અને સુત્રાપાડા તાલુકાની જીવાદોરી સમાન હિરણ 2 ડેમ પુરી સપાટીએ ભરાયો હતો. ત્યારે ડેમના 2 દરવાજા ખોલાયા હતા. જેના કારણે નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા હતા.