દેવભૂમિ દ્વારકા વરસાદી પાણીમાં ગરકાવ, જૂઓ વીડિયો... - Heavy Rain in Devbhoomi Dwarka District
દેવભૂમિ દ્વારકા: ગત મોડીરાતથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વિવિધ જળાશયો અને નદીઓમાં નવા નીર આવતા ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગામોમાં પાણી ભરાતા લોકો ફસાયા છે. જેના કારણે સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂની પણ કામગીરી કરવામાં આવી રહી છે.