છોટા ઉદેપુર પંથકમાં આજે સતત ત્રીજા દિવસે ધમાકેદાર વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ - Rain in Chhota Udepur
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર પંથકમાં આજે સતત ત્રીજા દિવસે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. આજના વરસાદે છોટા ઉદેપુરવાસીઓને ચોમાસાનો અહેસાસ કરાવ્યો હતો. વરસાદ વરસી જતા ઉભેલા પાકને નવું જીવનદાન મળ્યું હતું અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. જોકે આ ધમાકેદાર વરસાદને લઈને વાહનો પણ પાણીમાં તણાયા હતા.