ભરૂચમાં હાંસોટ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે, સુરતને જોડતો માર્ગ બંધ
ભરૂચ: જિલ્લામાં વરસેલ મુશળઘાર વરસાદના પગલે સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહી હતી અને નદીના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળતા હાંસોટથી સુરતને જોડતો માર્ગ બંધ થઈ ગયો હતો. બંગાળની ખાડી પર સર્જાયેલ પ્રેશરના પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘરમોળી રહ્યા છે, ભરૂચ અને સુરત જિલ્લાને સરહદે આવેલ હાંસોટ પંથકમાં 8 ઇંચ વરસાદના પગલે ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નજીકમાં આવેલ ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. અનેક ગામોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા હતા.