બારડોલીની મીંઢોળા નદી ગાંડીતૂર બનતા ઝુંપડાવાસીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું - rain in surat city
સુરત: બારડોલી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું હતું. મીંઢોળા નદીમાં ભારે વરસાદને પગલે બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. બારડોલીના રાજીવનગર, ઈસ્લામપુરા, નૂર નગર, તલાવડી, ખાડા વસાહતમાં તેમજ નદીકિનારે વસેલા ઝુંપડાઓમાં પાણી ઘુસી જતા લોકોનું પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પાણીમાં લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું, અનેક કિંમતી સામાન અને અન્ય ચીજવસ્તુઓ પાણીમાં તણાઈ હતી.