અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ - Arabian Sea
અરવલ્લીઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મોડાસાના મરડીયા અને મેઘરજના ઇપલોડા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જિલ્લાના કેટલાક સ્થળો સોમવારે મેઘરાજએ ફરીથી એન્ટ્રી કરી હતી. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જો કે, હાલમાં મગફળી અને કપાસ જેવા પાકો તૈયાર થઈ ગયા હોવાથી પાક બગડી જવાના ભયને લઇ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.