અરવલ્લીમાં અઠવાડીયાના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ - ધોધમાર વરસાદ
અરવલ્લી: જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદે વિરામ લીધો હતો. જોકે રવિવારે સવારે એકાએક વાતવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં એક અઠવાડીયાના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રવિવારની સવારે વાતવરણમાં પલ્ટો આવતા મુશળાધાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સાર્વત્રીક વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.