અરવલ્લીના ભિલોડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ, જુઓ વાીડિયો - અરવલ્લી વરસાદી માહોલ
અરવલ્લી: જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કેટલીક જગ્યાએ ધીમી ધારે તો કેટલાક સ્થળોએ ઝાપટા પડી રહ્યા છે. જોકે, ભિલોડા તાલુકા અને નગરમાં મુશળાધાર વરસાદ ખાબકતા નગર રસ્તાઓ પર પાણી ફરી વળ્યુ હતું. નગરના મુખ્ય રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે રેહણાંક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. તેમજ તાલુકાની બુઢેલી અને ઇંદ્રાશી નદીઓમાં નવા નીર આવતા નદી બે કાંઠે થઇ હતી.
Last Updated : Aug 20, 2020, 1:19 PM IST