ગોંડલની ગોંડલી નદીમાં આવ્યું ઘોડા પૂર, અક્ષરમંદિરનો ઘાટ થયો પાણીમાં ગરકાવ - ગોંડલી નદી
રાજકોટ: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગોંડલના વેરી તળાવમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ છે, ત્યારે વેરી તળાવ, આશાપુરા ડેમ અને સેતુબંધની નીચે આવેલી ગોંડલી નદી પણ ગાંડીતુર બની છે. જેથી તંત્રએ નદીના પટ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે.