નડિયાદમાં પડતર પશ્નો મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ ધરણા યોજ્યા - Rally by a health worker
ખેડા: નડિયાદ ખાતે ખેડા જિલ્લા પંચાયતના મેઈન ગેટ પાસે આરોગ્ય કર્મચારીઓની પગાર ધોરણ વિસંગતતા, પ્રમોશન, ખાલી જગ્યાઓની ભરતી, 0 KMએ પી.ટી.એ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે માસ CLનો કાર્યક્રમ યોજી રેલી તથા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા તમામ સંવર્ગના 700 જેટલા કર્મચારીઓએ માસ CL પર ઉતરી સૂત્રોચ્ચાર સાથે શહેરમાં રેલી યોજી હતી. જે બાદ ધરણા યોજ્યાં હતા. કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે જો સુખદ નિરાકરણ નહીં આવે તો આગામી 17મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્યભરના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.