રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ - Checking by Rajkot Health and Food Department
રાજકોટ: મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફુડ વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફરસાણ બનાવવામાં આવતા તેલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ ફરસાણની દુકાનોમાં સ્વચ્છતા તેમજ વિવિધ ખાદ્ય પદાર્થોની પણ ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ફુડ વિભાગ દ્વારા રાજકોટની નામાંકિત હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.