અમદાવાદમાં મચ્છરોના ઉપદ્રવ વધતાં હેલ્થ વિભાગ સક્રિય
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દરરોજ અલગ અલગ જગ્યાએ જઈ મચ્છરોની ઉત્પત્તિને લઈ તપાસ કરી રહી છે. જો કે, નોટિસ આપી દંડ વસુલાતનું અને સીલ મારી કાર્યવાહી કરવામાં બેવડું વલણ આરોગ્ય વિભાગની ટીમે રાખ્યું છે, ત્યારે આજે મેલેરિયા વિભાગની ટીમે અમદાવાદની બી જે મેડિકલમાં વિદ્યાર્થીઓને ડેંગ્યુ જણાતા સોલા સિવિલમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સોલા સિવિલના બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં મોટા પ્રમાણમાં મચ્છરના પોર મળી આવતા 25 હજારનો દંડ ફટકાર્યો હતો.