ખેડામાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, માસ્ક અને સેનેટાઈઝરનો જથ્થો જ નથી
ખેડાઃ જિલ્લામાં 81 મેડીકલ ઓફિસરો, 485 પેરામેડિકલ સ્ટાફ અને 1700 ઉપરાંત આશા બહેનોને કોરોનાને લઈ હોમ કોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવેલા લોકોની દેખરેખની કામગીરી સોંપવામાં આવી છે. જિલ્લામાં 60 PHC અને 15 CHC હોસ્પિટલ આવેલી છે. જેમાં હજારો કર્મચારીઓ કામ કરે છે અને જ્યાં કોરોનાના દર્દીઓ માટે આઇસોલેશન અને કોરોન્ટાઇલ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. છતાં તેઓ પાસે માસ્ક અને સેનેટાઈઝર જ નથી. જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટોરમાં માત્ર 100 જ માસ્ક છે. કોરોનાની કામગીરી બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર જ ખતરો ઉભો થયો છે.