વડોદરામાં દિવાળી તહેવારને અનુલક્ષી આરોગ્ય વિભાગની કાર્યવાહી - vadodara health department
વડોદરાઃ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને લઈને શહેરના એસટી ડેપો ખાતે આવેલ મીઠાઈની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું. વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આવેલ મીઠાઈની દુકાનોમાં ખાદ્ય પ્રદાથોનું ચેકીંગ કરી નમુના લેવામાં આવ્યા હતા. શહેરીજનોને આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ષવર્ણ વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમા મીઠાઈ બનાવતા યુનિટ અને મિઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કરી નમુના લેવામાં આવ્યા હતા.