ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાબરકાંઠામાં 69 હેલ્થ અને વેલનેસ સેન્ટર 4 વર્ષે પણ બંધ હાલતમાં - gujarati news

🎬 Watch Now: Feature Video

By

Published : Sep 2, 2019, 6:42 PM IST

સાબરકાંઠાઃ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત બનાવવામાં આવેલ સાબરકાંઠાના 69 હેલ્થ અને વેલનેસ સેન્ટરમાંથી મોટા ભાગના સેન્ટરો બંધ હાલતમાં છે. હજુ સુધી આ સેન્ટરો પર કોઈપણ પ્રકારના સરકારી અધિકારી તેમજ સ્ટાફને ન મુકવામાં આવતા જે ઉદ્દેશ માટે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે તે તમામ રદબાતલ થઈ રહ્યો છે. જેના પગલે સ્થાનિકો પારાવાર હાડમારીનો સામનો કરી રહ્યા છે. એક તરફ ગરીબ આદિવાસી પ્રજા માટે આશીર્વાદરૂપ સમાન આવા સેન્ટરો બનાવાવામાં આવ્યા હોવા છતાં ખાનગી ડૉક્ટરો માટે આ સેન્ટરો બંધી કરી લાખોની કમાણી કરી આપવા માટે આશિર્વાદ સમાન પુરવાર થયા છે. ત્યારે સ્થાનિક અધિકારીઓ સહિત રાજ્ય કક્ષાએ આવા કેન્દ્રો સામે તાત્કાલિક ધોરણે અધિકારીઓ મુકવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.

ABOUT THE AUTHOR

...view details