મોરબીના શકત શનાળા ગામે શરદપુનમ નિમિતે હવન યોજાયો - ઝાલા રાજપૂત સમાજ દ્વારા યજ્ઞનું આયોજન
મોરબી : મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી શરદ પુનમના પાવન પર્વે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પરંપરા મુજબ આ વર્ષ પણ કોરોના મહામારીને પગલે માત્ર હવનનું જ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે યોજાનાર ધર્મસભા અને પ્રસાદ મોકૂફ રાખેલ હતો. હવનમાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો સહિતના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને હવનના દર્શન કર્યા હતા.