જૂનાગઢને પાણી પૂરું પાડતો હસ્નાપુર ડેમ વર્ષો બાદ થયો ઓવરફ્લો - heavy rain in gujarat
જૂનાગઢઃ શહેરની પીવાના પાણીની સમસ્યા કુદરતે છેલ્લા 11 દિવસમાં હળવી કરી આપી છે. પાછલા 11 દિવસોથી જૂનાગઢ શહેર અને ગિરનારના પર્વત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને પગલે ગિરનારની પહાડોમાં નવાબી કાળમાં બનાવવામાં આવેલ હસ્નાપુર ડેમ પાંચ વર્ષ બાદ છલકાયો છે. ડેમના છલકાવાથી જૂનાગઢ શહેરને પીવાના પાણીની સમસ્યાથી મુક્તિ મળશે. આવો નજારો પાછલા પાંચ વર્ષ બાદ પહેલી વાર જોવા મળી રહ્યો છે.