રાજકોટમાં હાર્દિક પટેલ કરશે ઉપવાસ આંદોલન, પાક વીમો અને દેવામાફીના મુદ્દાઓ ગજવશે - વીમાનો મુદ્દો
રાજકોટઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ બુધવારે રાજકોટના પડઘરી ખાતે સવારે 10ઃ30 કલાકે ઉપવાસ આંદોલન કરશે. ખેડૂતોના દેવામાફી અને પાક વીમાના મુદ્દા સંદર્ભે વિરોધ નોંધાવશે. આ ઉપવાસ આંદોલનમાં કોંગી ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા અને સ્થાનિક ધારાસભ્ય જોડાશે. હાર્દિકના આ વિરોધ કાર્યક્રમને ધ્યાનમાં રાખી અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે ગાંધીજી, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરૂનો ફોટો લગાવેલો છે. જ્યાં ખેડૂત સત્યાગ્રહ પણ લખાયેલું છે અને અહીં હાર્દિક પટેલ ખેડૂતોનો મુદ્દો ગજવી સરકારને આડે હાથ લેશે