ખેડામાં હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
ખેડાઃ કપડવંજ અને કઠલાલ ખાતે કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં તાલુકા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય,પૂર્વ ધારાસભ્ય સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો,બેરોજગારી અને મહિલા સુરક્ષાને લઈને અલગ-અલગ તાલુકાઓમાં તાલુકા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.જેમાં કાર્યકર્તાઓ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગામડામાં જઈને કામ કરી શકે ખેડૂતો,યુવાનો, મહિલાઓના મુદ્દાઓને લઈને યુવાનોને કોંગ્રેસમાં જોડી શકે અને કાર્યકર્તાઓને મજબૂત કરવાનો આ પ્રયાસ છે.આજે સમગ્ર ગુજરાતની અંદર લોકો દુઃખી છે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવા માંગે છે.ગામડાઓ અને શહેરોમાં કોંગ્રેસ પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે. જેના અનુસંધાને અમારો પ્રથમ પ્રયાસ 2020 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ થાય તેવા પ્રયત્ન કરવાનો છે. ગુજરાતના ખેડુતોને પાક વીમા, ટેકાના ભાવ ખેતરોની સ્થિતિ ખરાબ છે. ઉત્તર ગુજરાતમાં તીડનાં કારણે ખેતરો ખલાસ થઈ ગયા છે અને સરકાર કયાંકને કયાંક લોકોનાં આ મુદ્દાનું સમાધાન કરી શકી નથી. જેથી લોકો ભાજપથી નારાજ છે. મને એવો ભરોસો છે કે મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું વર્ચસ્વ મજબૂત બનતું જાય છે અને આવનાર સમયમાં વધુ ને વધુ સીટો જીતી શકીશું.