નવી જવાબદારી સ્વીકાર્યા બાદ હાર્દિક પટેલ સૌ પ્રથમવાર અંંબાજી મંદિરના દર્શને - કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ
અંબાજીઃ ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકાર્યા બાદ હાર્દિક પટેલ સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોય્યા હતાં. જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સુતરની આંટી પહેરાવી સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ હાર્દિક પટેલ માં અંબાના દર્શને પહોચ્યા હતાં. હાર્દિક પટેલે લાઈનમાં રહીનેજ અન્ય યાત્રીકોની જેમજ માં અંબા ના દર્શન કર્યા હતાં. દર્શન બાદ માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતાં. બનાસકાંઠાની પ્રથમ મુલાકાતમાં અંબાજી ખાતે દાંતા તાલુકાના કોંગ્રેસનાં અગ્રણીઓ સાથે બેઠક કરી સંગઠનના માળખાને મજબુત કરવા આહવાન કર્યુ હતું. હાર્દીક પટેલ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે, અમે ગુજરાતનો અવાજ બનીશુ અને ભારતીય જનતા પાર્ટીની ક્રુર અને તાનાશાહી શાસન માંથી લોકોની મુક્તિ માટે પ્રાર્થના કરુ છું. તાજેતરમાં યોજાનાર આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ જીતવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંંત તાલુકા અને જિલ્લા કક્ષાએ સંગઠનને મજબુત બનાવવાનુ નક્કી કરાયું છે. રાજ્યના 18 હજાર ગામડા અને શહેરના લોકોની મુલાકાત લઈ તેમની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરીશું.