હાર્દિક પટેલે રાજકોટ કોર્ટમાં આપી હાજરી, 13 ડિસેમ્બરે હાજર રહેવા આદેશ - Hardik Patel came to Rajkot court
રાજકોટ: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને હાલ કોંગી નેતા હાર્દિક પટેલ રાજકોટ કોર્ટ ખાતે એક કેસની તારીખ મામલે આવી પહોંચ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા કેસ મામલે આગામી 13 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો હતો. જે મામલે કેસ થતા રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં હાજરી આપવા માટે હાર્દિક પટેલ રાજકોટ ખાતે આવી પહોંચ્યો હતો. રાજકોટ કોર્ટમાં હાજરી આપ્યા બાદ હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ સરકાર પણ આક્ષેપો કર્યા હતા. હાર્દિક પટેલ દુષ્કર્મ અને તાજેતરમાં જ બિન સચિવાલય પેપરમાં ગેરનીતિ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી