ધાનેરના અન્ડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન - ધાનેરાના તાજા સમાચાર
બનાસકાંઠા: જિલ્લામાં એક અઠવાડિયાથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, આમ છતાં અનેક જગ્યાએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં ધાનેરા તાલુકાના 20 જેટલા ગામના લોકો અન્ડર બ્રિજમાં પાણી ભરાતા હેરાન થઈ રહ્યા છે. નાની ડુગડોલથી મોટી ડુગડોલ વચ્ચે આવેલા અન્ડર બ્રિજમાં પણ વરસાદી પાણી ભરાયું છે. અન્ડર બ્રિજ 7-7 ફૂટ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે અને 20 ગામના લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. દર ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો કરતા લોકો રેલવે વિભાગને જાણ કરવા છતાં પાણી નિકાલ માટે કાયમી ઉકેલ આવ્યો નથી.