ભાવનગરમાં છઠ પૂજા બોરતળાવ કરતા પરપ્રાંતીય પરિવારો - Happy Chhath Puja 2020
ભાવનગર : શહેરમાં વસતા પરપ્રાંતીય લોકો દર વર્ષે તળાવની પાળે છઠ પૂજા કરતા હોય છે. ત્યારે ભાવનગરમા પણ મહામારી વચ્ચે શહેરના બોરતળાવ ખાતે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ઉમટ્યા હતા. પાણીમાં વિધિવત રીતે છઠ પૂજા કરવામાં આવી હતી. મહિલાઓ ખાસ છઠ પૂજા મોટી સંખ્યામાં કરતી હોય છે. ત્યારે ભાવનગરમાં વર્ષોથી વસતા અને હાલમાં આવેલા દરેક પરપ્રાંતિયો દ્વારા પૂજા કરાઈ હતી. સંતાન પ્રાપ્તિ માટે છઠ પૂજાનું મહત્વ છે પરણિત અને કુંવારી બંને સ્ત્રીઓ છઠ પૂજા કરી શકે છે