COVID 19ને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ૩૧ માર્ચ સુધી બંધ - કોરોના વાઈરસ
બોટાદઃ જિલ્લાના સાળંગપુર ગામે આવેલા વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર કોરોના વાયરસના પગલે 31 તારીખ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સાત પોઝીટીવ કેસો નોધાયા છે. રાજય સરકારે રાજ્યમાં શાળા, કોલેજ, મંદિરો ૩૧ માર્ચ સુધી બંધ રાખવાના આદેશ કર્યા છે. જેને લઈને બોટાદના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલા વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજી મંદિર પણ યાત્રાળુઓ માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તકે મંદિરમાં નિત્ય ક્રમ મુજબ પૂજા આરતી થશે.